છોટાઉદેપુર : પોતાના બાપ દાદા વખતથી પેઢીઓથી ચાલી આવતી દેવોના પાટલા ઊંનગળાવવા (નવડાવવા) માટેની વર્ષો જૂનીપરંપરા ઓ આજે પણ જાળવી રાખી છે.આદિવાસી દેવતાઓ નાં વર્ષો જૂના પાટલા નવડાવવીને ભારે આસ્થાભેર પૂજન કરવામાં આવે છે.પાણીબાર ગામ ના ખુમાનભાઈ નવજીભાઈ રાઠવા જણાવે છે કે અમારે ત્યાં પાટલા નવડાવવા અને પાટલા પૂજન અને પિઠોરા દેવ પૂંજન વિધિ દર વર્ષે બીલકુલ સાદાઈથી કરીએ છીએ, ખુમાનભાઈએ જણાવે છે કે અમારે ઘરે આ પ્રમાણે ની પરંપરા અમારે ઘરે કેટલા વર્ષોથી ચાલી આવે છે તે કહેવું મુશ્કેલ છે કારણ કે અમારા દાદા આજે હયાત નથી પરંતુ એમને હું આ બાબતે પુછ્યું હતું ત્યારે ૨૦ વર્ષ અગાઉ લગભગ ૧૦૦ વર્ષ થી વધુ વર્ષની ઉંમરે અવસાન પામેલા દાદા ને પણ કેટલા સમયથી ચાલી આવે તેની જાણકારી નહોતી.જ્યારે પાટલા પૂજન વિધિ કરવાની હોય ત્યારે ઘર ના માળીયે મુકેલા દેવો ના પાટલા અને પાટલા પૂજન વિધિ વખતે ઉપયોગ માં લેવાતી તમામ સામગ્રી કાદવના મોટા કોરાં જૂના હાંડલા માં રાખી ને ઘરના માળીયે મુકેલ હોય છે , જ્યારે જૂનાં હાંડલા અને પાટલા ને પુરતી સંભાળ પૂર્વક ઘરના માળીયે થી નીચે ઉતારવામાં આવે છે, ત્યારબાદ સાફસૂફ કરી ને ચોખ્ખા પાણીથી તથા દૂધથી નવડાવી ઘી નો છાંટો નાખવા માં આવે છે, તે પછી પહટાળે વિધિ માં મુકવામાં આવે છે પાટલા પૂજન વિધિ વખતે પાટલા અને જૂના હાંડલાને એક લાઈનમાં ગોઠવવામાં આવે છે ત્યારબાદ હાંડલાની ડોક પર તથા પાટલા પર લાલ નાળુ બાંધવામાં આવે છે