ગાંધીનગર-

અમદાવાદની શ્રેય હોસ્પિટલનાં અગ્નીકાંડનાં કારણે એક સાથે આઠ દર્દીઓ જે ICUમાં કોરોના સામે લડી રહ્યા હતા તે આગ સામે હારી જતા ભરથ્થુ થઇ ગયા. ઘટનાના પડધા છે ક દિલ્હી સુઘી પડ્યા અને અમદાવાદનાં અગ્નીકાંડથી તંત્રનું જમીર જાગ્યું હોય તેવી રીતે રાજ્યભરનું તંત્ર સફાળુ જાગી ગયું હોય તેવી રીતે રાજ્યનાં તમામ મહત્વનાં શહેરોની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ચેકિંગ હાથ ઘરવાનાં આદેશો વછુટ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

જે મામલે અમદાવાદમાં કાચું કપાયુ હોવાનો અંદેશો છે તે મામલે પણ રાજ્યના તમામ મોટા શહેરમાં ફાયર સેફ્ટીનાં ચેકિંગના આદેશો આપી દેવામાં આવ્યા છે. જી હા, તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. ફાયર વિભાગ દ્વારા વડોદરાની SSG હોસ્પિટલમાં તપાસ કરવામા આવી છે. તો ભાવનગર, સુરત, રાજકોટમાં પણ તપાસના આદેશ આપી દેવામા આવ્યા છે. તંત્ર દ્વારા દાઝ્યા પછીનું ડાપણ સામે આવ્યું છે. 

રાજ્યના તમામ મહાનગરો સહિતના શહેરોમાં જે તે જીલ્લા કલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી ચેંકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જીલ્લા કલેક્ટરો દ્વારા જીલ્લાની તમામ મહત્વપૂર્ણ હોસ્પિટલોનું લિસ્ટ સાથે રાખી સંપૂર્ણ સઘન ચેકીંગ કરવાનાં આદેશો વછુટ્યાની સાથે જ સમગ્ર તંત્ર જાણે મિશનમાં લાગી ગયું છે.