અમદાવાદ-

પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખતા યાત્રીઓની માંગ અને તેમની સુવિધા માટે 17 ઓક્ટોબર 2020થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ડબલ ડેકર એસી સ્પેશિયલ ટ્રેન સપ્તાહમાં રવિવારને છોડીને છ દિવસ ચલાવવામાં આવશે. આ ટ્રેન ઉક્ત તારીખથી આગળની સૂચના સુધી ચાલશે.

મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર 17 ઓક્ટોબર 2020થી આગલી સૂચના સુધી રવિવાર છોડીને ટ્રેન સંખ્યા 02932 અમદાવાદ- મુંબઇ સેન્ટ્રલ એસી એક્સપ્રેસ સ્પેશિયલ 17 ઓક્ટોબર 2020થી 6:00 વાગ્યે અમદાવાદથી ચાલશે અને મુંબઇ સેન્ટ્રલ 13:00 વાગ્યે પહોંચશે. વાપસીમાં ટ્રેન સંખ્યા  ટ્રેન સંખ્યા 02931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલડેકર એસી એક્સપ્રેસ સ્પેશિયલ 14:20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ચાલશે અને 21:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. 

યાત્રા દરમિયાન બંને દિશાઓમાં આ ટ્રેન બોરીવલી,વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર કોચ રહેશે. આ સ્પેશિયલ ટ્રેનનું રિઝર્વેશન નોમિનેટેડ યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTCની વેબસાઈટ પર તારીખ 15 ઓક્ટોબર 2020 થઈ પ્રારંભ થશે.