ગાંધીનગર-

રાજ્યમાં સતત બનતી આગ લાગવાની ઘટનાઓને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક, વાણિજ્ય ક્ષેત્રમાં રોલ મોડલ છે, આ સર્વગ્રાહી વિકાસના પરીણામે અહીં મકાન, બિલ્ડીંગો, ઈમારતોની અને હાઈરાઈઝ ઈમારતો, મોલ જરૂરી છે. લોકો મોટા પ્રમાણમાં અહીં કામ કરતાં હોય છે. તેવામાં આવી જગ્યાની સુરક્ષા પણ મહત્વની હોય છે. તેવામાં આગ લાગવાની દુર્ઘટના બનતી હોય છે. તેવામાં છેલ્લા 4-5 મહિના દરમિયાન આવી ઘટનાને નિયંત્રિત કરવા ઘણું કામ થયું. રાજ્યમાં ફાયર સર્વિસના નવા નિયમો 26 જાન્યુઆરી 2021થી અમલમાં આવશે.

ભારતમાં એક માત્ર રાજ્ય ગુજરાત હશે જેણે ફાયર રેગ્લુલેશન સિસ્ટમ સુવ્યવસ્થિત બનાવી હોય. રાજ્ય સરકારને નક્કી કર્યું છે કે ફાયર અંગેની વ્યવસ્થા બનાવી છે. જેમાં 4 રિઝ્યોનમાં અધિકારીઓ નિમાશે. આ તમામ કાર્યવાહી નિવૃત એસીએસ પી કે તનેતાના માર્ગદર્શન હેઠળ ખાસ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ માળખા અંતર્ગત કેટલાક નિયમો બનાવ્યા છે જેની અમલવારી 26 જાન્યુઆરી 2021થી શરુ થશે.