માંડવી, માંડવી પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ - ૨૦૨૧ ની ચૂંટણી સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઇ હતી. વોર્ડ નંબર ૪ કન્યાશાળા ખાતેનાં બુથ પર ઈ.વી.એમ. માં ટેક્નિકલ પ્રોબ્લેમ આવતા તેને તાત્કાલિક બદલવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૨૦ મિનિટ લાગતા તેટલા સમય સુધી મતદાન કાર્ય બંધ રહ્યું હતું.સ્થાનિક સ્વરાજ- ૨૦૨૧ ની ચૂંટણી માં માંડવી નગર પાલિકા નાં ૬ વોર્ડ થઈ કુલ ૨૪ બેઠકો પૈકી ૧૭ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં ચૂંટણી સંપન્ન થતાં ૧૭ બુથો પર ૬૮.૯૨ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર ૨ માં ૬૯.૧૩ ટકા થયું હતું. તાલુકા પંચાયતની ૨૪ અને જિલ્લા પંચાયતની ૫ બેઠકો પૈકી ૧૭૯ મતદાન મથકો તૈયાર કરાયા હતા. જેમાં ૧૭૯ બુથો પરથી ૭૩.૯૩ ટકા મતદાન થયું હતું. પાલિકાના ૧૭ બુથ પૈકી ૦૨ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં ૧૭૯ પૈકી ૧૫ બુથોને સંવેદનશીલ જાહેર કરાયા હોવાથી પી.એસ.આઇ. દર્શન રાવ સહિત તમામ માંડવી પોલીસે ખડે પગ પોતાની ફરજ બજાવી હતી.