15 ઓગસ્ટના દિવસે રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને આપવામાં આવશે એવોર્ડ, રાજ્ય સરકારે શિક્ષકોના નામ જાહેર કર્યા
14, ઓગ્સ્ટ 2021

ગાંધીનગર-

રાજ્યકક્ષાની 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે થવા જઈ રહી છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની યાદી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન આ 30 શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 30 જેટલા શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં વર્ષ 2021 માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક વિભાગમાંથી 11 શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી 5 શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 2 શિક્ષકો, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી 6 શિક્ષકો, મુખ્ય શિક્ષક 4 અને ખાસ શિક્ષક શિક્ષકો કેટેગરીમાં 2 શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે.

પ્રાથમિક વિભાગના શિક્ષકોની યાદી

દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયા સૌરાષ્ટ્ર ઝોન

રંજનબેન મોહનભાઈ નિમાવત સૌરાષ્ટ્ર ઝોન

રાજેશ કુમાર ગંગદાસ ભાઈ બરોચીયા સૌરાષ્ટ્ર ઝોન

ભારતીબેન શામળભાઇ પટેલ ઉત્તર ઝોન

મનિષાબેન પુંજાલાલ શાહ ઉત્તર ઝોન

જીગ્નેશકુમાર ગૌતમભાઈ પ્રજાપતિ મધ્ય ઝોન

હસમુખભાઈ પરાગભાઈ વણકર મધ્ય ઝોન

સંજય કુમાર ભગાભાઈ જણસારી મધ્યઝોન

ગોવિંદભાઈ માધાભાઈ રોહિત મધ્ય ઝોન

વિમલકુમાર દાઉદભાઇ ગામીત દક્ષિણ ઝોન

કપિલાબેન વિરસંગભાઈ ચૌધરી દક્ષિણ ઝોન

માધ્યમિક વિભાગ

જીતુભાઈ ઉકાભાઇ ખુમાણ સૌરાષ્ટ્ર ઝોન

અંજનાબેન સોમાલાલ મોદી ઉત્તર ઝોન

વિનોદ કુમાર પરસોત્તમભાઇ પ્રજાપતિ ઉત્તર ઝોન

વિષ્ણુભાઈ હરિભાઇ પટેલ મધ્ય ઝોન

રોહન પ્રિયકાન્ત ત્રિવેદી દક્ષીણ ઝોન

ઉચ્ચતર માધ્યમિક વિભાગ

રામદેવ ભાઈ કાનાભાઈ ગોજીયા સૌરાષ્ટ્ર ઝોન

સ્નેહલ અરુણકુમાર વૈદ્ય દક્ષિણ ઝોન

માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ

ડોક્ટર સોનલબેન માવજીભાઈ ફળદુ સૌરાષ્ટ્ર ઝોન

રણજીત સિંહ છત્રસિંહ ઝાલા ઉત્તર ઝોન

કિરણકુમાર જયચંદ પટેલ ઉત્તર ઝોન

સહદેવસિંહ સામંતસિંહ સોનગરા મધ્ય ઝોન

જીગ્નેશકુમાર રમેશચંદ્ર શાહ મધ્ય ઝોન

જીવનભાઈ દામજીભાઈ ખૂંટ દક્ષિણ ઝોન

H.TAT મુખ્ય શિક્ષક

પિયુષકુમાર પ્રાગજીભાઈ જોટાણીયા સૌરાષ્ટ્ર ઝોન

ગીતા દેવુજી વાઘેલા ઉત્તર ઝોન

ધર્માશું શિવરામ પ્રજાપતિ મધ્ય ઝોન

પંકજ કુમાર અમ્રતલાલ પ્રજાપતિ દક્ષિણ ઝોન

ખાસ શિક્ષક

નરેન્દ્રકુમાર ભાણજીભાઈ ધઉઆ સૌરાષ્ટ્ર ઝોન

ભરતભાઇ પ્રભુદાસ પ્રજાપતિ મધ્ય ઝોન

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution