દિલ્હી-

ઓનલાઈન માર્કેટ કે ખરીદીનું નામ કાને પડતાં જ સામાન્ય માણસના દિમાગમાં એમેઝોન કે ઈબેનાં નામ ચમકી જાય છે, છતાં તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને માર્કેટનો અનુક્રમે ત્રીજો અને પાંચમો નંબર આવે છે. 

2019માં દુનિયાભરના આશરે 20,000 જેટલા ઓનલાઈન માર્કેટ પ્લેસિસના પ્રોફાઈલનો અભ્યાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, ચીની કંપની અલિબાબા દ્વારા ઓપરેટ કરાતા બે ઓનલાઈન સ્ટોર્સ તાવબાવ અને ટીમોલનું ઓનલાઈન માર્કેટ વોલ્યુમ સમગ્ર વર્ષ દરમિયાન 490 અબજ અને 464 અબજ અમેરીકન ડોલર્સ રહ્યું હતું અને તે દ્વારા તે દુનિયાના નંબર વન ઓનલાઈન માર્કેટ પ્લેસ બન્યા હતા. ગ્રોસ માર્કેટિંગ વોલ્યુમ એટલે કે જીએમવીના આંકડા 397 અબજ ડોલર્સ સાથે એમેજોન ત્રીજા નંબરે છે જ્યારે અન્ય એક ચીની પ્લેટફોર્મ જેડીડોટકોમ અને ઈબે મળીને ટોચના પાંચ ઓનલાઈન સ્ટોર્સની યાદી ખતમ થાય છે.