BJP નેતા જ સરકારની કામગીરી થયાં નારાજ, ઓક્સિજન સપ્લાય મામલે ભેદભાવ આક્ષેપ કર્યો
30, એપ્રીલ 2021

અમદાવાદ-

ભાજપ ના નેતા અલ્પેશ ઠાકોરે સરકાર પર ઓક્સિજન સપ્લાય મામલે ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ઓક્સિજન નથી, રેમડેસિવીર છે નહીં, દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઓક્સિજનન અભાવે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પરિસ્થિતિ ખરેખર દયનીય છે.  આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ઓક્સિજનની અછતથી દર્દીઓના મોત થઇ રહ્યાં છે. આવી સ્થિતિમાં અંતરીયાળ વિસ્તારના લોકોના જીવ બચાવવા જોઇએ. તો ડોક્ટર્સને પણ બદલાતા નિયમોને કારણે મુંઝવણ થતી હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution