ગોરવા કેનાલમાં તણાયેલી પુત્રીનો મૃતદેહ મળ્યો: માતાની શોધખોળ
27, ઓક્ટોબર 2020

વડોદરા-

ગઈકાલે સવારે ગોરવા પંચવટી પાસે આવેલી અંકોડિયા ગામ નજીક પસાર થતી કેનાલમાં શિલ્પાબેન નરેશભાઈ વાઢોલ (ઉં.વ.૨૩) પાંચ વર્ષીય પુત્રી ઉર્વશીને લઈને કપડા ધોવા ગયા હતા શિલ્પાબેન કપડાં ધોઈ રહ્યા હતા ત્યાર નજીકમાં રમતી પુત્રીનો પગ અચાનક લપસી જતા તે કેનાલમાં ખાબકી હતી આ જોઈને ગભરાઇ ગયેલી માતાએ તેને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે પણ કેનાલના પાણીમાં તણાઈ ગઈ હતી. તેણે બચાવવા માટે બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને તુરત જ આ મામલે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા ટી પી ૧૩ ફાયર બ્રિગેડના લાશ્કરો નર્મદા કેનાલ પાસે ખાતે પહોંચ્યા હતા અને સવારથી સાંજે ૬ વાગ્યા સુધી કેનાલના ૮૦૦થી ૧ હજાર મીટર સુધીના પટ્ટામાં માતા-પુત્રીની સઘન શોધખોળ કરી હતી જોકે સાંજ સુધી બંનેનો કોઈ પત્તો મળી શક્યો ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. જોકે, આજે સવારથી પુનઃ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાતા ૫ વર્ષીય ઉર્વશીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution