પાવી જેતપુર ઓરસંગ નદીમાંથી ત્રણ દીવસથી ગુમ થયેલ યુવાનની લાશ મળી
24, જુલાઈ 2021

પાવી જેતપુર

પાવી જેતપુર તાલુકાના હીરપરી ગામનો ત્રણ દીવસથી ગુમ થયેલો યુવાનની ઓરસંગ નદીના પૂલ નીચેથી લાશ મળી આવી છે.પ્રાપ્ત માહીતી અનુસાર પાવી જેતપુર તાલુકાના હીરપરી ગામનો યુવાન અશ્વિન રાઠવા સાસરીમા સામાજિક પ્રસંગમાં જવાનું કહીને નીકળ્યો હતો, નદીના પુલ ઉપરથી જવાના બદલે નદીના રસ્તે ગયો હતો પરંતુ સાંજ સુધી ત્યાં ન પહોચતા ઘરવાળાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. છેલ્લા ત્રણ દીવસથી ગુમ થઈ ગયો. ગઇકાલે સાંજે પાવી જેતપુર ગામના એક આગેવાન નદીના પુલ ઉપર રોજિંદા ક્રમાનુસાર ફરવા ગયા ત્યારે પુલના પીલ્લર પાસે લાશ જોતાં પોલીસને જાણ કરી હતી.પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી જાણવાજોગ ફરીયાદ દાખલ કરી હતી.


જોકે હિરપરી ગામનો યુવક ગુમ થયા અંગે કોઈ માહિતી, અરજી કે ફરિયાદ પાવી જેતપુર પોલીસને કરવામાં ન આવી હોવાનું પી.એસ.આઈ.એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution