સુખસર, ફતેપુરા તાલુકાના પટીસરા ગામના નવાઘરા ફળિયામાં રહેતા મંગળા ભાઈ ગવલાભાઈ ગરાસીયા ઉ.વ. આશરે ૫૨. નાઓ ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવતા હતા જેઓ ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ મંગળા ભાઈ સમય થવા છતાં પરત ઘરે નહીં આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ક્યારે મંગળાભાઈએ શરીર ઉપર પહેરેલ કપડા તેમના કુવાની કિનારી ઉપર પડેલા જાેવા મળ્યા હતા.જ્યારે કૂવામાં પાણીની ઊંડાઈ વધુ હોય ગતરાત્રીના આ કુવામાંથી મોટરો દ્વારા પાણી બહાર કાઢતા કૂવાની અંદર મંગળાભાઈની લાશ પડેલી હોવાનું જાેવા મળતા ઘરના સભ્યોમાં રોકકળ મચી જવા પામી હતી.લાશને જાેતા માથામાં વાગેલાનુ નિશાન જાેવા મળ્યું હતું પરંતુ અકસ્માતે પડતા સમયે કુવાની ધસ વાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.ત્યારબાદ આ સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

વધુમાં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ મૃતક દારૂનો વ્યસની હતો.પરંતુ તે માનસિક અસ્થિર નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે સુખસર પોલીસ સ્ટેશનમાં થયેલ નોંધ મુજબ મૃતકનું છેલ્લા દશેક માસથી અસ્થિર મગજ હોવાનું અને તે અકસ્માતે કૂવામાં પડતા કુવાનું વધુ પાણી પી જવાથી મોત નિપજયુ હોવા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરોકત બનાવ સંબંધે મૃતક મંગળાભાઈના ભાઈ રવજીભાઈ ગવલાભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા લાશના પંચનામા બાદ લાશનું સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ બાદ લાશનો કબજાે તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

ધામણબારી તળાવમાંથી ગામના યુવકની લાશ મળી

સીંગવડ . ધામણબારી ગામના મંદિર ફળિયામાં રહેતા વરશીંગ દલસીંગ અડ ઉંમર ૫૭ વર્ષ નામના એક આધેડ છેલ્લા ત્રણેક દિવસથી લાપતા હતો. જેથી તેના પરિવારના વ્યક્તિઓ ભારે શોધખોળ આદરી હતી તે દરમિયાન ધામણબારી ગામના તળાવમાં એક મૃતકની લાશ જાેવા મળતા તપાસ કરતા તળાવમાંથી ધામણબારી ગામના વરસીંગભાઇ દલસુખભાઈ એડની લાશ મળી આવી હતી. જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવતા નજીકના ખેતરમાંથી મૃતકના કપડા ધામણબારી તળાવની પાળ પર મળી આવ્યા હતા. જ્યારે પ્રાથમિક તપાસમાં ધામણબારી ગામના વરસીંગભાઇ ધામણબારી તળાવમાં નાહવા ગયા હોય નાહવા પડ્યા બાદ સંજાેગો વસાત બહાર નીકળી નહીં શકતા આ ઘટના બની હોય તેમ ચર્ચાય રહ્યું છે.ં પાણી માં લાશ તરતી દેખાતા ગ્રામ જનો એ તાત્કાલિક રણધીકપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં રણધીકપુર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જઈને લાશને નીકાળવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે રંધીપુર પોલીસએ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.