ધરકંકાશ થી કંટાળી યુવકે જાતે જ ગોળી મારી હોવાની હકીકત સામે આવી
06, જુલાઈ 2021

ગોધરા.ધોધંબા તાલુકાના કાલસર ગામના ડેપ્યુટી સરપંચ ના પુત્ર પર ફાયરીંગ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરતા યુવકે જાતે ધરકંકાશ ઝધડા થી કંટાળી પોતાની જાતે જ ગોળી મારી હોવાની હકીકત સામે આવી છે પોલીસે દેશી તમંચો કબ્જે લઇ પિતા પુત્ર સામે પોલીસ ને ગેરમાર્ગે દોરવા સહીત આર્મ્સ એક્ટ મુજબ નો ગુનો નોંધી ની ડેપ્યુટી સરપંચ પિતાની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.ઘોઘંબા તાલુકાના કાલસર ગામે રવિવાર ની સંધ્યાએ ગામના ડેપ્યુટી સરપંચ હરસિંગ નનુંભાઈ રાઠવા ના પુત્ર અનિલ રાઠવાને મધ્યપ્રદેશ બાજુના કોઈ અજાણ્યા મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો સાથે નજીવી બોલાચાલી થઈ હતી.જે પૈકીના એક યુવકે ડેપ્યુટી સરપંચના પુત્ર ને ગોળી મારી નાસી ગયા હોવાની ઘટના બની હતી જે પ્રકરણમાં કાલસર ગામે રાજગઢ પોલીસ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પોલીસ દ્વારા બનાવની તલસ્પર્શી તપાસ કરતા ઇજાગ્રસ્ત અનિલના પત્ની તેમજ તેના ઘરના સભ્યો ની પૂછપરછ હાથ ધરી હતી.દરમ્યાન પોલીસ દ્વારા ડેપ્યુટી સરપંચ હરસિંગ રાઠવા ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ઘરકંકાશ,લડાઈ અને ઝઘડા થી કંટાળી મારા છોકરાએ જાતેજ દેશી તમંચા થી પોતાને ગોળી મારી હોવાની કબૂલાત કરી હતી અને મારો છોકરો પોલીસ કેસ માં ના ફસાય તે માટે આખા બનાવ ને ઉપજાવી કાઢયો હોવાની કબુલાત કરી હતી પોલીસે હાલ તો ડેપ્યુટી સરપંચ હરસિંગ રાઠવા ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે દેશી બનાવટનો તમંચો અનિલ રાઠવા ક્યાંથી લાવ્યો તેને કોણ આપી ગયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે વધુમાં પોલીસે પિતા પુત્ર સામે આર્મ્સ એક્ટ અને પોલીસ ને ગેરમાર્ગે દોરવાની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution