વેરાવળથી હેલિકોપ્ટરમાં જાન લઈ વરરાજાઓ તાલાલા પરણવા પહોંચ્યા
04, ડિસેમ્બર 2021

જૂનાગઢ, ગીર સોમનાથના વેરાવળ પંથકમાં આહીર સમાજના આગેવાનના બે પુત્રનો રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં બન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા હતા. ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો, જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન ઊપડી તાલાલા તાલુકામાં ઉતરાણ કરી માંડવે પહોંચી હતી. જિલ્લા મથક વેરાવળ તાલુકાના આજાેઠા ગામે રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. એમાં આજાેઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના બે પુત્રનો શાહી લગ્નોત્સવ ઊજવાયો હતો. બન્ને વરરાજાની જાને આજાેઠાથી હેલિકોપ્ટર મારફત પાડોશી તાલાલા ગીરના ઘૂસિયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરાણ કર્યું હતું. ત્યાં બન્ને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્નસ્થળે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. આ રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલા આહીર સમાજના પરિવારો પારંપરિક પહેરવેશ સાથે મંગલ પરિણયમાં સહભાગી થયા હતા. જ્યારે રાસ-ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી. આ લગ્નોત્સવમાં હેલિકોપ્ટરમાં વરરાજાના પ્રયાણને લઈ લોકોમાં અનેરો રોમાંચ જાેવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જાેવા હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્રામજનોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જાેડાતાં નાનાં ભૂલકાંમાં અનેરો રોમાંચ જાેવા મળ્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution