ઝાલોદ, ઝાલોદ તાલુકાના કડવાળ ગામે ગામતળ પ્રાથમિક શાળાની સામે આવેલ સરકારી બસ સ્ટેશનની પાછળ જમીન માલિકીનો હક ધરાવતા વ્યક્તિઓએ વગર મંજૂરીએ સરકારી બસ સ્ટેશનને જમીનદોસ્ત કરી નામશેષ કરતા ગ્રામજનોમાં ભારે રોષ ખેલાતા ગ્રામજનોએ તે વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેકટરને આપી તેની એક એક નકલ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ પ્રાંત અધિકારી ઝાલોદ મામલતદાર ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી ઝાલોદ તથા ઝાલોદ બસ ડેપોના મેનેજર ને રવાના કરી છે ઝાલોદ તાલુકાના કદવાલ ગામ ની ગામતળ પ્રાથમિક શાળાની સામે આવેલ સરકારી બસ સ્ટેશનની પાછળ જમીન માલિકીનો હક ધરાવતા વ્યક્તિઓએ પોતાના અંગત ઉપયોગ માટે કોઈપણ લાગતા વળગતા અધિકારીઓની મંજૂરી વિના ગામનું બસ સ્ટેશન જમીનદોસ્ત કરી નામશેષ કરી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવા પામ્યો હતો. ગ્રામજનોએ આ મામલે દાહોદ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સૌનો સાથ સૌનો વિકાસ અને ગુજરાત સરકારની વિકાસ લક્ષી તેમજ પ્રજા કલ્યાણકારી નીતિ વિરુદ્ધ બસ સ્ટેશન તોડવાનું કાર્ય કરી પોતાના અંગત ઉપયોગ માટે સરકારી મિલકતને નામશેષ કરી જાહેર જનતા ની સુવિધાનો નાશ કર્યો છે જેથી કસૂરવાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરાઈ છે.