03, ફેબ્રુઆરી 2021
છોટાઉદેપુર
કવાંટ તાલુકામાં ૩૦ થી ૩૫ જેટલા જવાનો દેશ સેવા માટે પેરા મિલેટરી ફોર્સ માં ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી ૪ જવાનો દ્વારા કડીપાણી રોડ, વિશ્રામ ગૃહ ની બાજુ માં આજરોજ અર્ધ સૈનિક કેન્ટીન ની શરૂઆત કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ સૈનિક કેન્ટીનની શરૂ થઈ છે જેનો મુખ્ય ઉદ્દેશ કવાંટ વિસ્તારમાં દરેક નાગરિકો ને જીવન જરૂરિયાત ની વસ્તુઓ ની કિંમત માં ૫ થી ૧૦ ટકા જેટલી છૂટછાટ મળી રહે, વિવિધ કંપની ની ઉત્પાદિત વસ્તુઓ ખરદીવા નો વિકલ્પ મળી રહે, દરેક નાગરિક ને સસ્તા ભાવે સામાન મળી રહે તેમજ વેચાણ ના નફા માંથી આ અર્ધ સૈનિક દળ દ્વારા જે સૈનિકો દેશ સેવામાં શહીદ થયા છે તેઓના વિધવા પત્નીઓને તેમને નફા ના ૧ ટકો સહાય આપવા માટે તેવો શુભ આશય થી આ કેન્ટીન ની શરૂઆત કરવામાં આવી છે.