વડોદરા, તા.૨૧ 

કીમ- કોસંબા વચ્ચે ગુડસ ટ્રેનના લોકો પાયલોટની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રેલ ટ્રેક પર કાર જાેઇને ચોકી ગયેલા લોકો પાયલોટ અને ગાર્ડ સતર્કતા સાથે ટ્રેન તુરંત અટકાવતા દુર્ઘટના અટકી હતી. વડોદરાથી સુરત તરફ જઇ રહેલી ગુડસ ટ્રેનના લોકો પાયલોટ લખનલાલ મીનાએ બપોરે ૧૨ઃ૫૦ કલાકે કીમ-કોસંબા વચ્ચે ડાઉન ટ્રેક પર એક સફેદ રંગની કાર જાેઇ આસિવાય અપલાઇન તરફ કાર ડ્રાઇવરને ભાગતો જાેઇને ચોકી ગયા હતાં. જેથી લોકો પાયલોટે તુરંત ફ્લેસર લાઇટ ઓન કરી ટ્રેનને નિયંત્રીત કરી હતી. અને કીકા સ્ટેશન તા.ડે.સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ તેમજ વડોદરા ટ્રેન લોકો કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ કામગીરીમાં ટ્રેનના આસી.લોકો પાયલોટ અને ગાર્ડ પણ મહત્વની ભુમી ભજવી હતી. આ અંગેની જાણ થતા જ કોસંબાથી સિનિયર એક્શન એન્જીનિયર અને આરપીએફના સબ ઇમ્સ્પેક્ટર તુરંત દોડી ગયા હતાં. અને જેસીબીની મદદથી કાર ટ્રેક પરથી દુર કરી હતી. આમ મોટી દુર્ઘટના ટળી હતી.