મુખ્યમંત્રી રાજ્ય કક્ષાના 17માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે
01, ઓગ્સ્ટ 2020

ગાંધીનગર-

તા.૨જી ઓગષ્ટ ૨૦૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યના માન.મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના ૭૧માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન યોજાશે.

કલેકટર અને વનીકરણ સમિતિ ચેરમેન રેમ્યા મોહન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સામાજીક વનીકરણ નાયબ વન સંરક્ષક પી.ટી. શિયાણી, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.૨જી ઓગષ્ટ ૨૦૨૦ના રોજમાન.મુખ્યમંત્રીના જન્મદિને અર્બન ફોરેસ્ટ આજીડેમ પાછળ સવારના ૧૦:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના ૭૧માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન યોજાશે. જેમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકર જોડાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ અભય ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ કમલેશ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખા સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, પૂર્વ મેયર ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખા વસોયા, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, વિપક્ષ નેતા વશરામ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર તેમજ કોર્પોરેટર, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution