અરુણાચલથી ગુમ થયેલા પાંચ યુવાનોને ચીની સેના પરત સોપશે : રિજિજુ
12, સપ્ટેમ્બર 2020

દિલ્હી-

કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, અરૂણાચલ પ્રદેશથી ગુમ થયેલા પાંચ યુવાનોને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) આજે શનિવારે સવારે ભારતીય અઘિકારીઓને સોંપશે. PLAએ મંગળવારે કહ્યું હતું કે, 4 સપ્ટેમ્બરે અપર સુબનસુરી જિલ્લામાં ભારત અને ચીન સીમાથી ગુમ થયેલા પાંચ યુવાનોને તેમને સીમા પાર મળ્યા હતા. રિજિજુએ શુક્રવારે ટ્વીટ કર્યું કે, ચીનની સેનાએ ભારતીય સેના સાથે આ બાબતમાં વાત કરી હતી કે, તે અરૂણાચલ પ્રદેશના યુવાનોને સોંપી દેશે. તેઓને તારીખ 12 સપ્ટેમ્બર શનિવારે નિયુક્ત સ્થળે સોંપવામાં આવી શકે છે.

રિજિજુએ પહેલી વખત આ બાબતે સૂચના આપી હતી કે, ચીનમાં સરહદ પારથી યુવક મળી આવ્યા છે. આ ઘટના ત્યારે સામે આવી હતી, જ્યારે એક સમૂહના બે સભ્યો જંગલમાં શિકાર કરવા ગયા હતા. તેમજ પાછા ફરતા તેઓએ પાંચ યુવકોના પરિવારજનોને જાણ કરી હતી કે, યુવકોને સૈનાના ગશ્તી વિસ્તારમા ક્ષેત્ર-7થી ચીની સૈનિકો લઈ ગયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution