દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની વિકટ સમસ્યા
21, જુન 2021

દાહોદ, દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે તેના કારણે શહેરીજનોને આ કરે ઉનાળે નિયમિત પાણી ન મળતાં પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરને વર્ષોથી પાણી પૂરું પાડતા પાટાડુંગરી માં હાલો પાણીનો બમણો જથ્થો હોવા છતાં આયોજનના અભાવે પૂરતું પાણી મળતું નથી ઉપરાંત કડાણા યોજના પણ કાર્યરત છે ત્યારે બબ્બે યોજના કાર્યરત હોવા સત્તા શેરડી જનોને પાણી માટે વલખા મારવા પડતા હોવાથી સત્તાધીશોનું પાણી મપાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે દાહોદ નગરપાલિકા ના પ્રમુખ રીનાબેન પંચાલે એક લોગો અને તેમની તસવીર સાથે એક સૂત્ર વહેતું મૂકયું છે જેમાં લોક હિ તમ કરણીયક એવું કહેવાયું છે અને સંકલ્પ સે સજા એ સહર અપના જેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરાયો છે. જે શહેરના વિકાસ માટે એક ઉજ્જવળ સંકેત લાગી રહ્યો છે પરંતુ બીજી તરફ શહેરમાં કેટલી યે સમસ્યાઓ સમાધાન માટે મોઢું ફાડીને ઊભી છે. જેમાં મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે ત્યારે લોકહિતમાં તેનું સત્વરે નિરાકરણ થાય તે જરૂરી છે પાટાડુંગરીમાં આવેલા ઠક્કરબાપા જળાશયમાંથી દાહોદ શહેરને પીવાનું પાણી વર્ષોથી પૂરું પાડવામાં આવે છે. હાલ આ તળાવમાં ૬૦૫ એમસીએફટી પાણીનો જથ્થો છે શહેરને રોજ પાણી આપવામાં આવે તો પણ ૩૦૦ એમસીએફટી પાણી પૂરતું છે ત્યારે તેનાથી બમણું પાણી હોવા છતાં શહેરને આશરે દિવસે પણ પાણી મળતું નથી પાલિકાનો પાણી પુરવઠા વિભાગ હાથી ની માફક ચાલી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. કારણકે પાટાડુંગરીમાં ૨૦૦ મીટર જેટલી પાઇપલાઇન સાડા ત્રણ વર્ષથી કોઇ કારણસર બદલવામાં આવતી નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution