ગોઘરા

પંચમહાલ જિલ્લામાં રાજય પુરવઠા નિગમના ૬ અનાજના ગોડાઉન આવેલા છે. જેમાંથી ગરીબોને સસ્તા અનાજની દુકાન દ્વારા અનાજ આપે છે. પરંતું અનાજ માફિયાઓ આ અનાજ ઓહિયા કરીને ગરીબોના મોઢાનો કોળીયો છીનવી લઇને લાખોનું કોભાંડ કર્યાનું બહાર આવ્યું છે.

કાલોલના નિગમ ગોડાઉનમાંથી લાખોનું અનાજ સગેવગે થયા બાદ શહેરાના નિગમના ગોડાઉનમાંથી ૧૪૪૨૫ અનાજની બોરીઓ ગાયબ કરીને રૂા.૧.૮૫ કરોડના અનાજનું કૌભાંડ બહાર આવતાં રાજયમાં ચકચાર મચી હતી. અનાજ કૌભાંડની ફરીયાદ શહેરા પોલીસ મથકે નોધાઇ હતી. ફરીયાદમાં ગોડાઉન મેનેજર તથા બે શકમંદો વિરુદ્ધ ફરીયાદ નોધાતા સમગ્ર કૌભાંડની તપાસ એસઓજી પોલીસને સોંપી હતી. શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના મત વિસ્તારમાં થયેલા લાખોના અનાજના કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ પાસે કરાવવા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પુરવઠા મંત્રીને શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે રજુઆત કરી હતી. જેને લઇને રાજયના અન્ન પુરવઠા મંત્રીએ શહેરાના અનાજ કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ કરશે તેવી જાહેરાત કરી હતી.

હાલ તો કૌભાંડની તપાસ ગોધરા એસઓજી પોલીસે શરૂ કરીને ડોર સ્ટેપ એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરીને તપાસ કરી હતી. ત્યારે હવે સમગ્ર કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ પોલીસ કરશે તો શહેરા ગોડાઉનમાંથી ગરીબોનું અનાજ કોણ કોણ ખાઇ ગયું છે.