ભાવનગર સોમાનથ હાઇ-વે ની હાલત અતિશય બદતર,સરકારની છબી ખરડાઈ
18, ઓગ્સ્ટ 2020

ભાવનગર-

રાજ્યમાં હાલ ચારેબાજુ વરસાદી માહોલ છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સુધી બનતો ભાવનગર સોમાનથ હાઇ-વે ની હાલત અતિશય બદતર બની છે. દર વર્ષે રસ્તો બને છેને દર વર્ષે તૂટે છે જેને લઈ મુસાફરો સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. લોકોના આરોપથી ફરી એકવાર રાજ્ય સરકારની છબી ખરડાઈ છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ૨૭૦ કિ.મી રસ્તો વરસાદમાં સાવ ધોવાઈ ગયો છે. રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તો તે પારખવુ મુશ્કેલ થઈ પડયૂ છે. મિનિટોમાં પસાર થતો રસ્તો કલાકો વીતી જાય તેમ છે. નેશનલ ઓથોરિટી વિભાગ દર વર્ષે નવો રસ્તો બનાવે છે અથવા તો રી સરફેશ કરે છે. તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે જે દર ચોમાસે પ્રજાના કરવેરાના રૂપિયા રસ્તો ટનાટન બનાવવાના નામે વપરાય જાય છે. આ વિશે ત્યાંના સ્થાનિક લોકોને લાગી રહ્ય્šં છે કે

રસ્તામાં સરકાર ભ્રષ્ટચાર કરી રહી છે. બિસમાર રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બન્યૂ છે. દરવર્ષે સરકાર રસ્તો બનાવે છેને દર વર્ષે રસ્તા તૂટે છે. વાહન ચાલકો અતિશય નાના મોટા ખાડાઓથી પરેશાન થઈ ગયા છે. સૌથી વધુ સમય બગડે છે. ઇંધણ વધુ વપરાય છે. વાહનો તૂટવાનો અને અકસ્માતનો સતત ડર રાહદારીઓને સતાવી રહ્યો છે. રસ્તાપર બાઈક ચાલકો પડી રહ્યા છે. તેમ છતાય તંત્ર ઘોર નિંદા અવસ્થામાં હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. વાહન ચલાવનાર અને વાહનમાં બેસનાર બન્ને ઉંટની સવારી કરતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. રસ્તાની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે હવે ભ્રષ્ટ તંત્ર સામે લોકો સ્વંય અવાજ ઉઠાવવા મજબૂર બન્યા છે. સરકાર વિકાસની વાતો કરી રહી છે જે દર વર્ષે તૂટતા રસ્તા પરથી ભાજપ સરકારના વિકાસના દાવાઓ પોકળ લાગી રહ્યા છે.

વાહન ચાલકો બદતર રસ્તાથી કંટાળી ગયા છે. રસ્તાના કારણે સતત અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. સ્થાનિકથી લઈ સાંસદ સુધીના નેતાઓ રસ્તો સારો અને મજબૂત બને તે માટે ધ્યાન દેતા જ નથી. તેવો લોકો અહેસાસ કરી રહ્યા છે. રાજુલાથી ભાવનગર સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી તે રસ્તો પસાર કરતા દોઢ કલાક થાય તે આજે ચાર કલાક થાય છે. જાે તંત્ર નહિ સુધરે તો લોકો સ્વંય સરકાર સામે બદતર રસ્તાના મામલે રસ્તા પર ઉતરી આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution