15, સપ્ટેમ્બર 2020
રાજકોટ-
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બાદ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતા તેમને દાખલ કરાયા છે. અમદાવાદથી ત્રણ કોરોના એક્સપર્ટ ડોક્ટર ચાર્ટડ ફલાઈટમાં રાજકોટ પહોંચશે. કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમા સાથે અમદાવાદના ત્રણ ડોક્ટરોને મુખ્યમંત્રીના આદેશ બાદ રાજકોટ મોકલવામાં આવ્યા છે. આ ત્રણ ડોક્ટરોની ટીમ અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ કરશે.
નોંદનીય છે કે અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં પણ કોરોનાએ માજા મુકી છે. નેતાઓ પર જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ પોઝિટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અભય ભારદ્વાજની તબિયત લથડતા તેમને હાલ સારવાર અર્થે ખસેડાયા છે.