07, ઓક્ટોબર 2020
દિલ્હી-
કેન્દ્ર સરકારના કૃષિ બિલ સામે કોંગ્રેસ લડત આપવા માટે મેદાનમાં તો ઉતરી જ છે અને હવે સુપ્રીમ કોર્ટમાં પણ બિલ સામે પિટિશન કરવાનો ર્નિણય લીધો છે.
છત્તીસગઢની કોંગ્રેસ સરકાર કૃષિ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં જશે. રાજ્યના કૃષિ મંત્રી રવિન્દ્ર ચોબૈએ કહ્યુ હતું કે, કૃષિ ક્ષેત્ર રાજ્યનો વિષય છે અને તેના માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે નહી. કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવા માટે આંતરરાજ્ય વેપાર શબ્દનો ઉપયોગ કર્યો છે.
આ કૃષિ વેપાર સાથે સબંધ ધરાવતું બિલ છે પણ આ બિલ થકી રાજ્યોની જે માર્કેટિંગ મશિનરી છે તેનું મહત્વ જ હવે રહેતું નથી. કેન્દ્ર સરકારે પાછલા બારણેથી રાજ્યોના અધિકાર પર તરાપ મારવાનો પ્રયત્ન કર્યો છે. તેની સામે છત્તીસગઢ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે.
જાે આવુ થયુ તો આ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં જનાર છત્તીસગઢ પહેલું રાજ્ય બનશે. રવિન્દ્ર ચૌબેએ કહ્ય્š હતુ કે, આ બિલનો પ્રભાવ ખતમ કરવા માટે રાજ્યમાં અમારી સરકાર નવો કાયદો લાવશે.