વલસાડ

ધરમપુર મામલતદારે ભગવાન કાળારામજી મંદિર ના ચાર ઓરડાઓ માંથી બે ઓરડા જૈન ધર્મ ના રાજચંદ્ર ટ્રસ્ટ ને મેન્ટેનન્સની આડ માં આપી દઈ અન્ય ઓરડા માં રહેતા પૂંજારી ને કાઢી મુકવા માટે નોટિસ આપી હતી જે બાબતે નારાજ થયેલ પૂંજારી ૧૭ તારીખથી મંદિર સામે જ આમરણ ઉપવાસ પર બેઠા હતા.

ઉપવાસ પર બેઠા બાદ તંત્ર દ્વારા તેમની કરાઈ રહેલ ઉપેક્ષા ને કારણે પૂંજારી એ આજે રાત્રે ૮ વાગ્યે મંદિર ની અંદર ભગવાન સામે પોતા ની બલી ચઢાવી દેશે ના સોસીયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા પ્રશાસન દોડતું થયું હતું ડીવાયએસપી જાડેજા અને પ્રાંત વતી મામલતદાર એચ એ પટેલ તેમજ પીએસ આઈ પુરાણી પૂંજારી જયદીપ દવે ને ન્યાય આપવાની બાંહેધરી આપી પારણા કરાવતા મામલો થાળે પડ્યો હતો. કથાકાર પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે રામ ની ભૂમિ ઉપર આશ્રય લેનારને એ મિલકત પચાવી પાડવાનો અધિકાર નથી કાળારામજી ના પૂૂજારી ને અન્યાય કરશે તો સમગ્ર ગુજરાત બ્રહ્મસમાજ, કથાકારો, સાધુ-સંતો અને હિન્દુત્વવાદી સંગઠનો જયદિપભાઈ દવેની સાથે રહી.અયોધ્યાની જેમ ધરમપુર માં બીજી વાર કારસેવા કરતા અચકાસે નહિ પહેલા વિધર્મીઓ હિન્દુસ્તાન ની સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયાસ કરતા હતા. હિંદુ સંસ્કૃતિ માથી જૈન , બૌદ્ધ અને શીખ ધર્મ જન્મ્યા છે.