08, સપ્ટેમ્બર 2021
અમદાવાદ-
અમદાવાદના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે સ્કૂલોને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં 24 જેટલી નાગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક વિભાગની 24 શાળાઓને મર્જ કરવામાં આવી છે. આ નિર્ણય ઓછી સંખ્યા હોવાના કારણે લેવામાં આવ્યો છે. એક તરફ ચાલુ વર્ષે 14 જેટલી નવી સરકારી અને ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે તો બીજી તરફ સંખ્યા ઓછી થતાં તેને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે જોકે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં એડમિશન માટે પણ સંખ્યા વધુ હતી છતાં પણ મર્જ કરવી પડી. આ વિશે વાત કરતાં શાસના અધિકારી લગધીરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સંખ્યા ઓછી થતાં 24 સ્કૂલોને મર્જ કરવામાં આવી છે. આ તમામ સ્કૂલોને સંખ્યા 100 થી ઓછી છે જેથી આ સ્કૂલો મર્જ કરવામાં આવી રહી છે અને સુવિધા ને લઈ ને પણ આ સ્કૂલોને મર્જ કરવામાં આવી રહી છે.