વડોદરા : ગોત્રીના ચકચારી લવજેહાદના મામલામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી યુવકના સગા અને એફઆઈઆરમાં આરોપી તરીકે નોંધાયેલા ચાર જણાનેુ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાે કે, ફરિયાદી પીડિતાએ ખુદ સોગંદનામું કરી હું તો માત્ર ઘરેલું હિંસાની સામાન્ય કાર્યવાહી કરવા જ પોલીસ સમક્ષ ગઈ હોવાનું જણાવી પતિને જામીન આપવા અદાલતને અરજ કરવા ખુદ ઉપસ્થિત થઈ હતી. જામીન અંગેનો ફેંસલો સોમવારે આવશે.

તરસાલીના વિધર્મી યુવક સમીર કુરેશી સામે એની પત્નીની ફરિયાદના આધારે લવજેહાદ, એટ્રોસિટી, બળાત્કાર, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય જેવા ગંભીર ગુનાસર પોલીસ ફરિયાદ નોંધી હતી, તે જ દિવસે પોલીસે સમીર કુરેશીને ઝડપી પાડયો હતો. જાે કે, આ ગુનાની એફઆઈઆરમાં સમીર કુરેશીના માતા-પિતા, બહેન સહિત અન્ય સગાઓને પણ મદદગારી બદલ લીધા હતા. દરમિયાન જેલમાં ૧૦ દિવસ રહ્યા બાદ અદાલત સમક્ષ જામીનઅરજી મૂકી હતી. એ જ સમયે યુવતીએ પણ પતિ સમીર કુરેશીની તરફેણમાં સોગંદનામું કરી પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા કર્યા હતા અને પતિને જામીન આપવાની અરજ અદાલત સમક્ષ કરી હતી.

ગુરુવારે અદાલતમાં થયેલી સુનાવણી દરમિયાન આરોપીના વકીલ, પીડિતા ફરિયાદીના વકીલ અને સરકારી વકીલ વચ્ચે ત્રિપક્ષીય દલીલો થઈ હતી. જાે કે, જામીન અંગેનો ફેંસલો સોમવારે આપવાનું અદાલતે નક્કી કર્યું છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલામાં સમીર કુરેશીના પિતા અબ્દુલભાઈ ગનીભાઈ કુરેશી, માતા ફરીદાબેન, બહેન રૂકસાર અને માસા નૌસાદને હાલોલ અને બાલાસિનોરથી ઝડપી પાડી અત્રે લાવી તપાસ અધિકારી એસસી/એસટી સેલને સોંપ્યા હતા.

૧૬૪ના નિવેદન બાદ ફેરવી તોળવાનો બીજાે ચકચારી મામલો

વડોદરા. ૧૬૪ મુજબનું નિવેદન આપ્યા બાદ ફેરવી તોળવાનો આ બીજાે ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અગાઉ બેસ્ટ બેકરીકાંડ ફેઈમ ઝહીરા શેખ દ્વારા મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં બે વાર ૧૬૪ મુજબનું નિવેદન આપ્યા બાદ એનાથી તદ્દન વિરુદ્ધનું ૧૬૪નું જ નિવેદન ગુજરાત હાઈકોર્ટમાં આપ્યું હતું જાે કે એ મામલામાં પગલાં ભરવા અદાલતે આદેશ આપયો હતો. પરંતુ ઝહીરા ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઝહીરા જેવો બીજાે ચકચારી મામલો સામે આવ્યો છે.