/
દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ કોરોનાની રસી લીધી

દાહોદ, દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કલેક્ટર વિજય ખરાડીએ સૌપ્રથમ પોતાને રસીકરણ કરાવીને કરાવ્યો છે. દાહોદની ઝાયડસ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ ખાતે તેમણે સૌપ્રથમ કોરોનાની વેક્સિન લીધી હતી. તેમની આ પ્રેરણાદાયી પહેલમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જાેયસર પણ જાેડાયા હતા અને તેમણે પણ કોરોનાની વેક્સિન લીધી હતી. બીજા તબક્કામાં જિલ્લાના ૨,૮૦૦ જેટલા ફ્રન્ટલાઇન કોરોના ર્વોરિયસને આગામી પાંચ દિવસમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં મહેસુલ, પોલીસ વિભાગ અને નગરપાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે આજે ૩૧ જાન્યુઆરીથી સમગ્ર રાજયમાં અને દાહોદમાં પણ આરોગ્ય વિભાગ પછીના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ, પોલીસ વિભાગ અને નગરપાલિકાના કર્મચારીઓથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. બીજા તબક્કામાં જિલ્લાના ૨,૮૦૦ ફ્રન્ટલાઇન કોરોના ર્વોરિયસને રસી આપવામાં આવશે. આ કામગીરી ત્રણ થી પાંચ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.તેમણે જણાવ્યું કે રાજય સરકારે કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના ર્વોરિયસ તરીકે કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને સામેલ કર્યા છે. આપણા સૌ માટે આ એક ગૌરવની વાત છે. આગામી સમયમાં બાકીના વિભાગના કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવશે. ઉપરાંત ૫૦ થી વધુ વયના નાગરિકો અને પ૦ થી નીચેના કોમોરબીડ હોય તેવા નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવશે. કોરોના વેક્સિન બાબતે કોઇ પણ જાતનો ડર રાખવાનો નથી કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહી. આપણે પોતે કોરોના વેેક્સિન લઈને બીજા માટે ઉદાહરણરૂપ થવું જાેઇએ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution