જામનગર, જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની પુત્રીને તેમના કલાસ ટુ ઓફિસર પતિ દ્વારા દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ સીટી-બી ડીવિઝનમાં નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગર શહેરના પ્રથમ નાગરીક એવા મેયર બીના કોઠારીની પુત્રી પંકતી કોઠારીએ સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના રાજકોટ ખાતે રહેતા પતિ કાર્તિક મહેતા ત્રાસ આપીને તેમજ મારકૂટ કરે છે. આ ફરિયાદ બાદ સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા તેની તપાસ મહિલા પેાલીસ સ્ટેશનના પીએસઆઇ કરી રહ્યાં છે. આ કેસમાં સુરેન્દ્રનગર ખાતે ડીએલઆર વર્ગ-બેના અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિક મહેતાને વારંવાર નોટિસો આપવા છતાં હાજર ન થતાં રવિવારના તેઓ રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતાં. આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, સાથોસાથ ભારે ચર્ચા જાગી છે.જાેકે આ મામલે આરોપી પતિ કાર્તિક મહેતાએ આરોપ મુક્યો છે કે સમાધાન માટે રૂપિયા ૫૦ લાખની માંગણી કરવામાં આવી છે, કોઇ વાંક નથી તો અમે રૂપિયા આપવા તૈયાર નથી.

 તેઓ ૨૫ લાખ માંગતા હતાં , અમે લોકો દોઢ લાખ રૂપિયા દેવા તૈયાર છીએ, બાકી આમા મારો કે મારા પરિવારનો કોઇ વાંક નથીઆ કેસમાં ફરિયાદીના કહ્યા મુજબ ૪૯૮ મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે, તેઓ સીટી-બી વિસ્તારમાં રહે છે, એટલે ફરિયાદ સીટી-બી માં દાખલ થઇ બાકી તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચલાવે છે.- કે.જે. ભોયે, પોલીસ ઇન્સ્પેકટર, સીટી-બી., જામનગર. દરમિયાન સમગ્ર શેહરમાં આ ઘટનાને લઇને ચર્ચાનો જાેર પકડ્યો છે.