અમદાવાદ-

કોરોનાકાળમાં પહેલા ગરબા પર પ્રતિબંધ અને હવે નવરાત્રિ પર પાવાગઢ સહિતના મંદિરો બંધ રહેવાના છે .જેને લઈને ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, રાજ્ય સરકારે એક પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો નથી. પરંતુ નવરાત્રિ પર શક્તિપીઠો સહિતના મંદિરમાં મોટીસંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી મંદિર ટ્રસ્ટીઓએ જ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રિ દરમિયાન જે મંદિરો બંધ રહેશે ત્યાં પણ પૂજા, આરતી અને હવન સહિતની ધાર્મિક ક્રિયાઓ યથાવત રહેશે. નોંધનીય છે કે રાજ્ય સરકારે તો કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ મંદિરો ખોલવાનો અગાઉ નિર્ણય કર્યો હતો.