મુઠ્ઠીભર માણસોનો વિકાસ થાય એ સાચો વિકાસ નથી ઃ શકિતસિંહ
21, સપ્ટેમ્બર 2021

ભાવનગર

જિલ્લાના ગારિયાધાર તાલુકાના ત્રણ આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા અનુદાનિત ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ત્રણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગારિયાધાર તાલુકાના મોટી વાવડી, માનગઢ અને વેળાવદર ત્રણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા ૫૪ લાખની માતબર ગ્રાન્ટમાથી ફાળવાયેલી ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણનો કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, કનુભાઈ કળસરિયા, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં બોલતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા. શક્તિસિંહે જણાવ્યું હતું કે, મુઠ્ઠીભર માણસોનો વિકાસ થાય એ સાચો વિકાસ નથી. જેની પાસે ખૂબ છે ત્યાંથી મેળવી સામાન્ય માણસને આપવામાં આવે એ વિકાસ છે, તેમણે જણાવ્યું હતું કે, લંકા સોનાની નગરી ગણાતી હતી એટલે રાવણ વિકાસ પુરુષ ગણાય પરંતુ સાચો વિકાસ પુરુષ હોત તો રામ તેનો વધ કરત ખરા, શ્રીમંતને શ્રીમંતના કહેવાય પણ જેની પાસે કૈક ઓછું છે અને જેની પાસે ખૂબ વધારે છે એ બંને વચ્ચેનું અંતર ખાળવાનો પ્રયાસ થાય એ સાચી લોકશાહી ગણાય.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution