વલસાડ

એક તરફ શિક્ષણ બાબતે સરકાર મોટા મોટા વાયદાઓ કરી રહી છે, તો બીજી બાજું રાજ્યની સરકારી શાળાઓ માં પ્રાથમિક સુવિધાઓ ના અભાવ ને કારણે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો એ વેઠવાનો વારો આવ્યો છે કેટલીક સ્કૂલો માં વિદ્યાર્થીઓ ને ઘેટાં બકરા ની જેમ ઝાડ નીચે અભ્યાસ આપતા હોવાનો દ્રશ્ય ભાજપ સરકાર ની શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્રો ઉભા કરી દીધા છે.

કપરાડા ના કરચોન્ડ ગામ બાદ વલસાડ તાલુકાના સારંગપુર ગામ ની સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઝાડ નીચે અભ્યાસ કરતા નજરે પડ્યા છે વ્યવસ્થા ના અભાવે ભર ઉનાળે વિદ્યાર્થીઓ ઝાડ નીચે ભણતા હોવા થી શિક્ષણ વિભાગ ઉઘાડું પડ્યું છે છતાં સારી કામગીરી કરી રહ્યા બાબતે વાહવાહી ના બણગાં ફૂંકી રહ્યું છે

શિક્ષણ ને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાત સરકાર અવનવા ગતકડા અમલમાં મૂકી રહી છે, ત્યારે પાયાની સુવિધા આજે પણ પ્રાથમિક સ્કૂલોમાં ઉપલબ્ધ નથી. વર્ષો જૂની શાળામાં બનેલા મકાનોને ૮૦ થી ૧૦૦ વર્ષ થઈ ચૂક્યા છે અને તે જર્જરિત બની ચુક્યાં છે .જેને કારણે વિદ્યાર્થીઓ હાલમાં આંબાના ઝાડ નીચે બેસીને શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે. વલસાડ તાલુકાના સારંગપુર ગામે આવેલ ૧ થી ૮ ધોરણ ની પ્રાથમિક શાળામાં કુલ ચાર જેટલા ઓરડા આવેલા છે જેમાં હાલ બે ઓરડા ખુબ જ જર્જરીત હાલતમાં છે. જેના કારણે આ ઓરડામાં કોઈપણ વિદ્યાર્થીને બેસાડી શિક્ષણ આપી શકાય તેમ નથી. તેથી વિદ્યાર્થીઓને બહાર બેસાડી શિક્ષણ આપવામાં આવી

રહ્યું છે.

જાેકે હાલમાં કોરોના ચાલી રહ્યો હોવાને કારણે હાલ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર પરિસરમાં આંબાના ઝાડ નીચે બેસાડી ને શિક્ષણ આપવાની ફરજ પડી રહી છે જેમાં હાલ કુલ ૩૬ જેટલા વિદ્યાર્થીઓ રોજિંદા શિક્ષણ મેળવવા માટે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને કફોડી હાલત માં અપાઈ રહેેલ શિક્ષણ બાબતે સ્કૂલ ના મહીંલા આચાર્યએ કેમેરા સમક્ષ આવવાનું ટાળી તેમના ઉપરી અધિકારી ના બીકે મીડીયા સામે ચુપપી સાધી હતી.

વલસાડમાં ૬૦૦થી વધુ ઓરડાઓ જર્જરીત હાલતમાં

વલસાડ જિલ્લામાં અંદાજિત ૬૦૦થી વધુ ઓરડાઓ જર્જરિત હાલતમાં છે અને આ તમામ ઓરડાઓ બનાવવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વિવિધ સ્કૂલોની અરજીઓ આવીને પેન્ડિંગ હાલતમાં પડી છે જેની પાછળનું કારણ છે કે સરકાર દ્વારા નવા ઓરડા બનાવવાની કોઇ પણ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. જેના કારણે આ તમામ પ્રક્રિયા ખોરંભે પડી છે અને તેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહયા છે. વિદ્યાર્થીઓ ના હીત નું વિચારી સ્કૂલ સંચાલકો ખુલ્લા માં ઝાડ નીચે અભ્યાસ આપવા મજબુર બન્યા છે.