ફતેપુરા તાલુકાના ઘાણીખુંટમાં લક્ઝરી બસના ચાલકે રાહદારીને કચડતા મોત
06, જુલાઈ 2021

સુખસર  દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા પુરુષનુ ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નીપજ્યું છે.જ્યારે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ બપોરના ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે એક લક્ઝરી બસના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈડમાં ઊભા રહેલ એક મહિલા સહિત પુરુષને અડફેટમાં લીધા હતા. તેમાં પૂરપાટ દોડી આવેલી લક્ઝરી બસના પૈડા ઘાણીખુટ ગામના રાહુલભાઈ વાદી ઉપર ફરી વળતા સ્થળ ઉપર જ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ લક્ઝરી ચાલક પોતાના કબજાના વાહનને સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.જ્યારે આસપાસ થી દોડી આવેલા રોષે ભરાયેલા લોકો એ લક્ઝરીની તોડફોડ કરી હતી.સુખસર પોલીસને જાણ થતા લક્ઝરીનો કબજાે પોલીસે મેળવી બનાવ સંબંધે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution