વડોદરા, તા.૬ 

વર્તમાન કોરોના વાઈરસની મહામારીના કારણે સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરકાર્યક્રમ તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.જેને કારણે આ વર્ષે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેન્કોલોજી સંસ્થાના ચેરમેન દલસુખભાઈ પ્રજાપતિ તેમજ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહરે અને જિલ્લામાં ગણોશોત્સવ માટે માટીની ૨૦૦૦ ગણેશજીની મૂર્તી વિનામૂલ્યે આવ્યુ હતુ..કોરોના મહામારીમાં ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનુ સ્થપના થાય અને વિસર્જન કરાય તે માટે ખાસ માટીની મૂર્તી વિનામૂલ્યે આપવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.ગણેશજીની મૂર્તીનુ વિતરણ રોજ સંસ્થાની ઓફિસ સત્યનારાયણ ભવન અંબિકા કોમ્પલેક્ષની પાછળ ગોરવા ખાતેથી કરવામાં આવ્યુ હતુ. છેેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત માટીકામ સંસ્થા દ્વારા માટીની ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનુ વેચાણ કરવામાં આવે છે.