દિલ્હી-

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગએ પાળતુ કુતરાઓને પૈસાના વ્યયનો પ્રતીક કરાર આપતા તેમને પકડવાના આદેશ આપ્યા છે. સૂત્રો અનુસાર, કેટલાક કુતરાઓને પકડીને સરકારી પ્રાણીસંગ્રહાલયમા મોકલવામા આવ્યા છે અને તેને અહીંયાથી માંસની દુકાનો પર વહેંચી દીધા છે.

એવામા આ કુતરાઓના માલિકોને ડર લાગી રહ્યો છે કે આ પાળતુ કુતરાઓનો ઉપયોગ દેશમા જાહેર ખાદ્ય સંકટને દૂર કરવા માટે ઉપયોગ કરવામા આવી રહ્યો છે. જુલાઇ મહિનામા કિમ જાેંગ ઉનએ જાહેર કર્યુ હતુ કે, પાળતુ કુતરાઓને રાખવા એ નિયમનો ભંગ છે. ઉત્તર કોરિયાના એક રિપોર્ટ અનુસાર, કિમ જાેંગએ કહ્યું કે, ઘરના પાળતુ કુતરાઓ રાખવા મૂડીવાદી વિચારસરણી તરફ ઝુકાવ માનવામા આવે છે. ત્યારબાદ ઉત્તર કોરિયાના વહીવટીતંત્રએ તેમના ઘરોની તપાસ કરી છે, જ્યાં પાળતુ કુતરા રાખવામા આવ્યા છે. વહીવટીતંત્ર એવા લોકોને સામેથી કુતરાને સોંપવા માટે કહી રહી છે તેમજ તેને જપ્ત કરી રહી છે. 

સૂત્રોના અનુસાર, કેટલાક કુતરાઓને સરકારી પ્રાણીસંગ્રહાલયમા મોકલવામા આવ્યા છે તેમને માંસની દુકાને વેચવામા આવ્યા છે. કોરોના સંકટ વચ્ચે ઉત્તર કોરિયા ખાદ્ય સંકટ સામે પણ લડી રહ્યું છે. ઉત્તર કોરિયામા 2 કરોડ ૫૫ લાખની વસ્તીનો 60 ટકા ભાગ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યો છે. આ એક વધુ ગંભીર સમસ્યા છે. ઉત્તર કોરિયા પર પરમાણુ કાર્યક્રમ સતત ચલાવવા માટે કેટલાય પ્રતિબંધો લગાવવામા આવ્યા છે.