EDની કાર્યવાહી, અહેમદ પટેલના જમાઈ, અભિનેતા ડીનો મોરિયા સહિત ચાર લોકોની સંપત્તિ જપ્ત
02, જુલાઈ 2021

દિલ્હી-

સાંડેસરા ગ્રુપ કેસમાં ઇડી એ પીએમએલાએ એક્ટના સેક્શન 5 અંતર્ગત કાર્યવાહી કરી છે. જપ્ત કરેલી આ સંપત્તિઓમાં 3 વાહનો, વિવિધ બેંક એકાઉન્ટ, શેર અને મ્યુચ્યુંઅલ ફંડના રોકાણોનો સમાવેશ થાય છે. સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં ઇડી એ સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની 1.4 કરોડની સંપત્તિ, અકીલ બચુલીની 1.98 કરોડની અને અહેમદ પટેલના જમાઈ અહેમદ સિદ્દીકીની 2.41 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. સાંડેસરા ગ્રુપ પર બેન્કો સાથે રૂ.14,500 કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે, આ અગાઉ સીબીઆઈ એ રૂ.5000 કરોડની છેતરપીંડીનો પણ કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ઇડીની તપાસમાં સામે આવ્યું હતું કે સાંડેસરા ગ્રુપે વિદેશમાં રહેલી ભારતીય બેન્કોની શાખાઓમાંથી પણ લગભગ રૂ.9000 કરોડની લોન લીધી છે. સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી સહીત ચાર લોકોની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution