ગાંધીનગર-

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એકજ તારીખે રાખવાની માંગની અરજી કરવામાં આવી હતી, આ અરજીમાં ચૂંટણી પંચે પોતાનો જવાબ રજુ કર્યો છે. આ અંગે ચૂંટણીપંચે ૩૦૩ પેજનું સોંગદનામું કર્યું છે. ચૂંટણીપંચના જાેઇન્ટ કમિશનર એ.એ. રામાનુજે સોગંદનામું કર્યું છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીની એક તારીખ અંગે રાજ્યના ચૂંટણી પંચે હાઈકોર્ટમાં ૩૦૩ પાનાનું સોગંદનામું કર્યું છે. જેમા અરજદારની અરજી ટકવા પાત્ર ન હોવાની રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ મનપા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ અલગ-અલગ તારીખે યોજાઈ હોવાની રજૂઆત કરાઈ છે.

ગ્રામીણ વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદાર ના પ્રશ્નો પણ અલગ અલગ છે, ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મત ગણતરી અલગ અલગ તારીખો કરવાથી મતદાર પ્રભાવિત થશે તે માત્ર અરજદારોની સોંગદનામામાં કહેવામાં આવ્યુ કે, મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ બંધારણીય અધિકાર છીનવાતો નથી. ચૂંટણી પંચે કહ્યુ કે, અરજદારોએ પોતાના રાજકીય હેતુ માટે આ અરજી કરી હોઈ શકે છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી મંગળવારે હાથ ધરાશે.