યુવતી સાથેના એક તરફી પ્રેમને કારણે કૌટુંબીક ભાણેજે મામાને મોતને ઘાટ ઉતાર્યો
05, જુન 2021

દાહોદ,દાહોદ તાલુકાના મુવાલીયા ગામે તળાવમાંથી દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ના યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી લેવામાં પોલીસે સફળતા મેળવી છે મૃતક યુવાનના કુટુંબી ભાણેજે જ એક યુવતી સાથેના એક તરફી પ્રેમને કારણે પોતાના મામાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પરમ દિવસે મોડી રાતના દાહોદ તાલુકાના મુવાલીયા ગામના તળાવમાંથી દાહોદના ગલાલીયાવાડ માં રહેતા શ્યામ બુધા રામ પારગીની લાશ મળી આવી હતી. મૃતક શ્યામને આંખના ભાગે તેમજ માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાેવા મળ્યું હતું અને આ સંબંધે મૃતક શ્યામ ના પિતા દ્વારા દાહોદ તાલુકા મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. સ્થાનિકો પાસેથી જાણવા મળ્યા મુજબ મૃતક શ્યામનો કુટુંબી ભાણેજ અવારનવાર તેના મામાના ઘરે ગામે ગલાલીયાવાડ ગામે આવતો જતો રહેતો હતો અને તેના મામાના ગામની એક છોકરી ના તે એકતરફી પ્રેમમાં હતો તેના મામા શ્યામ પણ છોકરીને મળતો હતો અને વાતચીત પણ કરતો હતો શ્યામ આ છોકરી સાથે વાતચીત કરતો હોવાનું કુટુંબી મામા અર્જુન ભાઈ ને જાણવા મળતાં તેના અને શ્યામ વચ્ચે અગાઉ પણ બોલાચાલી અને ઝઘડો તકરાર થયા હતા આ માહિતી પોલીસને મળતા પોલીસે મૃતક શ્યામના કુટુંબી મામા અર્જુનભાઈ ની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી પોલીસ પૂછપરછમાં અર્જુને કબૂલ કર્યું હતું કે બંને વચ્ચે એક જ છોકરી ના પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અર્જુને શ્યામ ને હું તને ઘાટ ઉતારવા માટે નો પ્લાન ઘડી કાઢયો હતો બનાવના દિવસે અર્જુન નો જન્મદિવસ હોય અને જન્મદિવસની ઉજવણી ના બહાના હેઠળ અર્જુને શ્યામને તેના ઘરે બોલાવ્યો હતો અને તેની મોટરસાઈકલ લઈ બંને જણા રાબડાલ આવ્યા હતા અને ત્યાંથી બંને જણા મુવાલિયા તળાવ પર આવ્યા હતા અને તળાવના કિનારેમૃતક શ્યામ ને લઈ જઈ અર્જુને શ્યામ ને તળાવમાં ધક્કો મારી દીધો હતો શ્યામે તળાવ માંથી બહાર નીકળવાની ઘણી કોશિશ કરી હતી તે વખતે કિનારે ઉભેલા અર્જુને બાજુમાં પડેલા મોટા પથ્થર વડે શ્યામના માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારી ત્યાં જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution