રાજપીપળા, નર્મદા જિલ્લાની એક જિલ્લા પંચાયત, ૫ તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની ચયન પ્રક્રિયાને આખરી ઓપ આપી રહ્યા છે.આ ચૂંટણીમાં નર્મદા જિલ્લા ભાજપના દિગગજ નેતાઓ પૈકી ભાજપ સાંસદ મનસુખ વસાવા, નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા, પૂર્વ ધારાસભ્ય અને આદિજાતિ અયોગ ડિરેકટર હર્ષદ વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાના ભવિષ્ય દાવ પર લાગ્યા છે.

નર્મદા જિલ્લા પંચાયતની આમલેથા બેઠક માટે ભાજપ સાંસદ મનસુખ વસાવાની પુત્રી પ્રીતિબેને ટીકીટ માંગી છે તો એ જ બેઠક પર કોંગ્રેસ માંથી નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાની પુત્રી મનીષા વસાવા ફાઈનલ છે.તો વડીયા વેઠક પર પૂર્વ ધારાસભ્ય અને આદિજાતિ આયોગ ડિરેકટર હર્ષદ વસાવાના સગા સાળા કિરણ વસાવાએ દાવેદારી નોંધાવી છે, જાે કે એ બેઠક પર આયાતી ઉમેદવારનો વિરોધ કરી સ્થાનિકને ટીકીટ મળે એવી કાર્યકરોની માંગ છે.બીજી બાજુ વડીયા બેઠક પર જ કોંગ્રેસ માંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાના પિતા જયંતિભાઈ વસાવા ચૂંટણી લડવાના છે.તો ભાજપ સાંસદ મનસુખ વસાવાની પુત્રીએ વડીયા તાલુકા પંચાયતની પણ ટીકીટ માંગી છે, જાેવું એ રહ્યું કે એમને જિલ્લા પંચાયતની ટીકીટ મળે છે કે તાલુકા પંચાયતની. આમ આ વખતની ચૂંટણીમાં વડીયા, આમલેથા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ કોંગ્રેસના દિગગજાેની ટક્કર થશે, ત્યારે મતદાન દરમિયાન અજુગતો બનાવ ન બને એ માટે પોલીસ પણ એ બેઠકો પર સઘન બંદોબસ્ત ગોઠવશે.લોકોમાં એવી ચર્ચાઓ પણ છે કે વડીયા અને આમલેથા જિલ્લા પંચા યત બેઠક પર જે પણ પક્ષનો ઉમેદવાર જીતશે તો એ બેઠકમાં આવતી તાલુકા પંચાયતની બેઠક પર એની અસર પડશે.આ વખતે આયાતી ઉમેદવારોનો કાર્યકરો ખૂબ વિરોધ કરી રહ્યા છે.ત્યારે એ જાેવું રહ્યું કે ભાજપ-કોંગ્રેસ આયાતી ઉમેદવારોને ઉતારે છે કે સ્થાનિક પર પસંદગીનો કળશ ઢોળે છે.