ટોક્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં બ્રાઝિલની મા-દીકરી અને ગ્રીસના પિતા-પુત્ર ભાગ લઇ રહ્યા છે. બ્રાઝિલની લેથિસિયા રોડ્રિગ્સ લેસરડા ટેબલ ટેનિસ અને તેની માતા જેન કાર્લા ગોગેલ તીરંદાજીમાં ઉતરશે. ૧૮ વર્ષની લેસરડાની આ પહેલી અને માતાની આ ચોથી પેરાલિમ્પિક છે. પહેલા જેને પણ ટેબલ ટેનિસની ખેલાડી હતી. લેસરડા વિશ્વની નંબર-૩ ખેલાડી નોર્વેની એડા ડાહલેનથી ૩-૦થી હારી ગઇ. લેસરડાએ કહ્યું, ‘માતાનું સાથે હોવું ખાસ છે. ભવિષ્યમાં હું પેરાલિમ્પિકમાં અન્ય રમતોમાં પણ હાથ અજમાવીશ.’

ગ્રીસના ૬૪ વર્ષના લાજરોસ સ્ટેફનિડિસ અને તેનો દીકરો લેઓન્ટિયોસ એથ્લેટિક્સમાં ઉતરશે. બંને શોટ પુટના ખેલાડી છે. જ્યારે સ્ટેફનિડિસે એથ્લેટિક્સ ક્લબ બનાવવાનો ર્નિણય કર્યો તો તે વિકલાંગોને ટ્રેનિંગ કરવા અને તેમની જેવા પેરા એથ્લિટ બનાવવા માટે વધુ તક આપવા માંગતા હતા. તેનો દીકરો જ ક્લબનો પહેલો સ્ટાર હશે. હવે બંને એક સાથે ઓલિમ્પિકમાં રમશે