હરિદ્વાર મહાકુંભ મેળાનું આજે અંતિમ શાહી સ્નાન, ઓછી સંખ્યામાં શાહી સ્નાન થશે
27, એપ્રીલ 2021

ઉતરાખંડ-

હરિદ્વારમાં થઈ રહેલા મહાકુંભ મેળાનું આજે મંગળવારે અંતિમ શાહી સ્નાન કરવામાં આવશે. મંગળવારે નિરંજની અને આનંદ અખાડા દ્વારા પ્રતિકાત્મક રીતે હરકી પૈડી બ્રહ્મકુંડ પર સ્નાન કરવામાં આવ્યું હતું. જ્યારે જૂના, અગ્નિ, આહ્વાન અને કિન્નર અખાડાના સાધુ સંત પણ ઓછી સંખ્યામાં હરકી પૈડી બ્રહ્મકુંડ પર શાહી સ્નાન કરવા માટે પોતાના અખાડાથી નીકળી ગયા છે. ત્યારબાદ મહાનિર્વાણી અને અટલ અખાડા પણ પ્રતિકાત્મક રીતે શાહી સ્નાન કરશે. સંન્યાસીઓ સાથે અખાડાના શાહી સ્નાન કર્યા બાદ બૈરાગીના ત્રણ અખાડા અને વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડા હરકી પૈડી બ્રહ્મકુંડ પહોંચીને શાહી સ્નાન કરશે. અંતિમ શાહી સ્નાન અંગે મેળા તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. કોરોના મહામારીને જોતા મેળા તંત્રએ સેનિટાઈઝેશનની વ્યવસ્થા પણ કરી છે. અખાડાના શાહી સ્નાન સમયે રૂટ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હરિદ્વારમાં થઈ રહેલા મહાકુંભ મેળાનું આજે મંગળવારે અંતિમ શાહી સ્નાન કરવામાં આવશે. મંગળવારે નિરંજની અને આનંદ અખાડા દ્વારા પ્રતિકાત્મક રીતે હરકી પૈડી બ્રહ્મકુંડ પર સ્નાન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, હરિદ્વાર મહાકુંભમાં અનેક સંતો અને મહંતો કોરોના સંક્રમિત થતા કુંભ મેળાને પ્રતિકાત્મક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution