અમદાવાદ-

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી નંદન ડેનીમ નામની કંપનીમાં આગની ઘટના બની છે. જોકે, આ આગ કયાં કારણે લાગી તે હજી સુધી અકબંધ છે. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની 14 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. જેમા ફાયરનો એક જવાન ઘાયલ થયો. નંદન ડેનીમ ચીરીપાલ ગ્રૂપની કંપની છે. આ પહેલા પણ આ કંપનીમાં આગ લાગી હતી. જેમા સાત જેટલા લોકોના મોત થયા હતા. ત્યારે ફરીવાર નંદન ડેનીમમાં આગની ઘટના બની છે ?

અમદાવાદના નારોલ-પીરાણા રોડ પરની એક કંપનીમાં શનિવારે વહેલી આગ લાગી હતી. એડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નારોલ-પીરાણા રોડ પર નંદન ઍક્ઝિમ નામની કંપનીમાં આગની ઘટના બની છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડનાં 17 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચીફ ફાયર ઑફિસર એમ. એફ. દસ્તૂરે ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગ કાબૂમાં આવી ગઈ છે. તેમણા જણાવ્યા પ્રમાણે એક ફાયરકર્મીને આમાં ઈજા થઈ છે.