અમદાવાદ-

અમદાવાદની શ્રેય હોસ્પિટલ માં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ આગ લાગવાનું કારણ જણાવ્યું હતું કે, પ્રથમ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવી માહિતી મળી છે.

આગને જોઈને હોસ્પિટલમાં કાર્યરત એક કર્મચારી જે આઈસીયુના દર્દીઓની દેખરેખ રાખતા હતા. તેમણે પીપીઈ કીટ પહેરી હતી. તેઓ તાત્કાલિક ત્યા દોડીને પહોંચી ગયા હતા. કમનસીબે પીપીઈ કીટ પણ ઝડપથી આગના ઝપેટમાં આવી ગઈ હતી અને થોડી જ મિનીટમાં આખો આઈસીયુ વોર્ડ આગની જ્વાળામાં ફેલાઈ ગયો હતો. આ આગમાં કોરોનાના 8 દર્દીઓના ગૂંગળામણને કારણે મોત નિપજ્યા છે. તાત્કાલિક હદે કોરોનાના અન્ય દર્દીઓને કોર્પોરેશનની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આગ પહેલા માત્ર આઈસીયુમાં લાગી હતી, પણ બીજા દર્દીઓને કંઈ ન થાય તે માટે તાત્કાલિક દર્દીઓને બીજે શિફ્ટ કર્યાં હતા.