લુણાવાડા

તારીખ ૨૩/૦૩/૨૦૧૬ ના રોજ પોલીસ તથા હોમગર્ડ જવાનો નાના વડદલા ગામે હોળી/ ધુળેટી ના કાયદેસરના બંદોબસ્તમાં ના ફરજ પર હતા આરોપીઓએ ગેર કાયદેસરની મંડળી રચી તેમનાં કેટલાકે મારક હથિયારો ધારણ કરી પોલીસતેમજ હોમગાર્ડ જવાનો સાથે મારામારી કારી અહી કેમ આવ્યાં છો અમારે અહી પોલીસ કે બંદોબસ્ત ની જરૂર નથી તેમ કહી ખરાબ વર્તન કરી બે રહમી થી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરજ પર રહેલાં પોલીસ કર્મીઓને તેમજ હોમગાર્ડ જવાનોને હાથે તેમજ પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

જેમા એ. એસ. આઇ દેવેન્દ્ર સિંહ ને પણ બે રહેમીથી માર મારતાં તેઓ ને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ કરી સરકારી કામમાં અડચણ કરી ખુંનની કોશિશ કરી ગુનો આચરવામાં આવ્યો હતો હોળીમાં ઉપયોગ માં લીધેલ લાકડીઓ સળગતી હોળી માં ફેંકી દઈ પૂરવાનો નાશ કરી જિલ્લા મેજિસ્ટ્રેટ લુણાવાડા ઓ નાં જાહેરનામનો ભંગ કરી ગુનો આચારવા માં અવ્યો હતો.

જેમાં મહિસાગર જિલ્લા ન્યાયલય ખાતે સરકાર તરફથી સરકારી વકિલ તરિકે એસ. આર. ડામોર એ કેસ ચલવ્યો હતો જેમા કોર્ટે સમક્ષ રજુ થયેલ પૂરાવા તથા સરકારી વકીલની દલીલો ને ગ્રાહ્ય રાખીને મુખ્ય જિલ્લા ન્યાયધિશ અને સેંશન્સ જજ એચ. એ. દવે દ્વારા ૫૬ પૈકી નાં કુલ ૨૨ આરોપીઓ નેગુના માં આરોપી સાબિત થતાં જેઓને આજ રોજ અલગ અલગ સબબ સજા ફટકાવામાં આવી છે જેમા સજા પામેલ દરેક આરોપી ઓ ને કુલ ૫ વર્ષ ની કેદ તથા અલગ અલગ કલમ હેઠળ કુલ મળીને તમામ આરોપીઓ એ કુલ ૨૦,૫૦૦/- દંડ વસૂલ કરી સજા આપેલ છે જાે દંડ ન ભરે તો સજા વધૂ લબાવવા હુકમ કરેલ છે.તેમજ સજા આપતી વખતે કોર્ટેનું માનવીય વલણ સામે આવ્યુ જેમા ૨૨ પૈકી ૭૦ વર્ષ થી વધૂ વયના એક આરોપી ને ત્રણ વર્ષ ની સજા આપી જ્યારે ૨૧ આરોપીને ૫ વર્ષ ની સજા ફટકારવામાં આવી છે. . ૧ થી ૨૧ આરોપીઓ ને પાંચ વર્ષ ની સજા ફટકારી૧ઃ-રણછોડભાઈ અરજણભાઈ ખાંટ૨ઃ-સંજય કુમાર રણછોડભાઈ૩ઃ-રઘુભાઈ કોદરભાઈ ખાંટ૪ઃ- ભાવેશભાઈ અર્જુનભાઈ ખાંટ૫ઃ- ધીરાભાઈ કોદરભાઈ ખાંટ૬ઃ ભારૂભાઈ નાનાભાઈ ખાંટ૭ઃ- શૈલેષ ઉર્ફે લાલા પવૅતભાઈ ખાંટ૮ઃ- રણછોડભાઈ વિરાભાઇ પટેલ૯ઃ- રણછોડભાઈ રામાભાઇ પટેલ૧૦ઃ- રાકેશભાઈ કુબેર પટેલ૧૧ઃ- પરમાભાઇ કુબેર ભાઈ પરમાભાઇ પટેલ૧૨ઃ- છત્રાભાઈ શંકરભાઈ ખાંટ વિગેરેનો સમાવેશ થાય છે.