આણંદ-

આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં ઝડપાયેલા બાંગ્લાદેશી ઘુષણખોરોને આશરો આપનાર સાબિરશાહ દિવાન વિરુદ્ધ આણંદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા હાડગુડ ગ્રામપંચાયતની આવાસ માટે નક્કી થયેલા જમીનમાં દબાણ કર્યા અંગેની ફરિયાદ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. ભુમાફિયા સાબિરશાહ દિવાને 1,000 ચો.મીટર જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે.

આણંદ SOG દ્વારા બાંગ્લાદેશીઓ મામલે સાબિરશાહની ધરપકડ કરવા આવી હતી. પોલીસની દખલગીરીથી દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા શાબિરના કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો. જે બાદ ગામના જાગૃત નાગરિકોની અરજીથી શાબિરશાહ દિવાન દ્વારા પંચાયતની જમીનમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણ અંગેની અરજી જિલ્લા કલેકટરને આપવામાં આવી હતી. જેમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હતો. આ કેસ બાબતે મળેલી કમીટીમાં તંત્રના અધિકારીઓ દ્વારા આ દેશ વિરિદ્ધિ પ્રવૃત્તિ કરનાર ભુમાફિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સબિરશાહ દિવાન વિરુદ્ધ આણંદ TDOએ આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધ્યોં હતો. લેન્ડ ગ્રેબિંગના ગુના અંતર્ગત ફરિયાદ કરવામાં આવી હતી. સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર 28 જાન્યુઆરીએ મોડી રાત્રે આ ફરિયાદ આણંદ પોલીસને મળતા પોલીસ દ્વારા આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે.