વડોદરા,

સમગ્ર દેશમાં અનલોક 2ની પ્રકિયા કાલથી ચાલુ થઇ ગઇ છે.પરંતુ રાતના 9થી5 કડક કર્ફયુનુ પાલન શહેર પોલીસ દ્વારા કરાવવામાં આવે છે.ગઇ કાલે રાતે પણ તેવી જ રીતે રાત્રે પોલીસ દ્વારા કડક કર્ફયુનો પાલન કરાવવામાં આવી રહ્યો હતો ત્યારે એક એલ.આર.ડીના જવાન માટે કાલની રાત કાળમુખી બની હતી.

નવાયાર્ડના રામવાડીમાં રહેતા પ્રતિક રમેશ સોલંકી( 24 વર્ષ)  હાલમાં જ પોલીસમાં જોડાયા હતા. પોલીસમાં જોડાયા પછી  તે જુનાગઢ ટ્રેનિંગ માટે ગયા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે લોકડાઉન થતા દરેકને પોતાના શહેરમાં ફરજ પર મોકલવામાં આવ્યા હતા એટલે પ્રિતક પણ શહેર પાછો ફર્યા હતો અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ પર જોડાયો હતો. પ્રતિકના પરીવામાં તેના પિતા, પત્નિ, બે બાળકો હતા.

ગઇ કાલે રાતે પણ તે રાત્રી કર્ફયુના બદોબસ્તમાં ફતેગંજ સર્કલ પરના બદોબસ્તમાં હતા ત્યારે એક શખ્સ કુશંવત રવિન્દ્ર સિહ 9 વાગ્યા પછી ત્યાથી પસાર થયા હતા એટલે તેને રોકીને પુછ પરછ કરવામાં આવી હતા પણ સરખો જવાબ ન મળતા તેની સામે કર્ફયુ ભંગની કાર્યવાહી કરવા માટે પ્રતિક કુંશવતની બાઇકની પાછળ બેસી તેને પોલીસ સ્ટેશન લઇ જતો હતો ,ત્યારે કુંશવત પુર ઝડપે બાઇક ચલાવતો હતો. તે દરમ્યાન ઘેલાણી પેટ્રોલ સામે કુશવંતને ડમ્પર પુર ઝડપે કુદવાતા પ્રતિક નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી.

108 દ્વારા પ્રતિકને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા ત્યા ફતેગંજ પોલીસને જાણ થતા તે પણ હોસ્પિટલ પહોચી હતી.વધુ આગળની સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની ટુંકી સારવાર બાદ તેનુ મોત થયુ હતું. ફતેગંજ પોલીસે કુશવંત વિરુધ્ધ ફરીયાદ નોંધી તેની તપાસ હાથ ધરી છે