વડોદરા,તા.૨૯ 

શહેરના આજવા રોડ અને વાડી વિસ્તારમાં ઘરમાં પોપટ અને કાચબો ગેરકાયદે રાખવામાં આવ્યા હોવાની મળેલી માહિતીના આધારે ગુજરાત એસપીસીએ અને વનવિભાગે ૧૬ પોપટ અને એક કાચબો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જી.એસ.પી.સી એના માહિતી મળી હતી કેટલાં લોકોએ ઘરમાં પિંજરામાં પોપટ પૂરી રાખેલ છે. જેથી જી|ેન.પીસીએના કાર્યકરોએ વડોદરા વનવિભાગને સાથે રાખીને આજવા રોડ તથા વાડી વિસ્તારમાંથી ઘરમાં ગોંધી રાખેલ સુડો પોપટ,પહાડી પોપટ અને એક પાણીનો કાચબો મુક્ત કરવામાં આવ્યો હતો. આ તમામ પોપટને વડોદરા વન વિભાગમાં લાવવામાં આવ્યા હતાઅને આવા પશુ પક્ષી હોય તો જાતે વન વિભાગને સોંપી દેવા અપીલ કરાઈ છે. વનવિભાગે પકડેલ પોપટોની સંખ્યા ૧૬ છે અને વન વિભાગ તરફથી આગળની તપાસ ચાલુ છે જેમાં ચાર પહાડી પોપટ ૧૧ સુડો પોપટ અને એક તુઈ અને પાણીનો કાચબાનો સમાવેશ થાય છે.