અમદાવાદ, મણીનગરના ઝઘડીયા બ્રીજ પાસે આવેલ પ્રતિષ્ઠા ૨૮માં વિદેશીનાગરીકોને ફોન કરીને લોન આપવાનું કહી તથા હપ્તા ભરવાની બાબતે વાતો કરી પૈસા પડાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરતા કોલ સેન્ટરને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધુ છે. આ કોલ સેન્ટરના મુખ્ય સુત્રધાર ઝપાઈ ગયો છે. જ્યારે બાકીના ભાગીદારોને પકડવા માટેની તજવીજ હાથધરવામાં આવી છે.

સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેક્ટર એચ.એન.વાઘેલા પોલીસ સ્ટેશનમાં હાજર હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે, સાગર અનુપકુમાર મહેતાની મણીનગર ખાતે રહે છે જે ગેર કાયદેસર કોલ સેન્ટર ચલાવી કોલરો રાખી ઈલેકટ્રિનિક્સ ઉપકરણો ધરાવી સોફટ દસ્તાવેજાે જેવા કે, લીડ, ડેટા તેમજ ગેર કાયદેસર પેડે પ્રોસેસમાં કોલીંગ માટે જરૂરી રહેતી સ્ક્રીપ્ટ મેળવી અમેરીકન નાગરીકોને કોલીંગ કરી લોન આપવાની જુદી જુદી લાલચ આફીને વેરીફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી ના નામે ડોલર લેવાનું જણાવી અમેરીકન નાગરીસેકો પાસે થી ડોલર મનીકાર્ડ, વાઉચરમાં નંબર જણાવીને આગળની પ્રોસેસ કરી નાણાનું પ્રોસેસીંગ કરી ગેરકાયદેસરની પ્રવૃતિ ચલાવી રહ્યો છે. જેના આધારે સાઈબર ક્રાઈમની ટીમે મણીનગરના જગડીયા બ્રીજ પાસે આવેલ પ્રતિષ્ઠા ૨૮ના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં સાગર મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પુછપરછ કરતા સાગરે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ બે લેપટોપ પોલીસને મળી આવ્યા હતા. જેથી પોલીસે બંન્ને લેપટોપ જપ્ત કરી લીધા હતા અને સાગર મહેતાનીની અટકાયત કરી હતી. જાે કે સાગર જામીન પર મુક્ત થઈ ગયો હતો. બાદમાં જપ્ત કરેલ લેપટોપની ટેકનીકલ એનાલીસીસ કરતા લેપટોપ અને ફોનમાંથી કોલ સેન્ટર ચલાવવા માટે વિદેશી નાગરીકોના મોબાઈલ ફોનના ડેટા તથા રૂપીયાની લેવડ દેવડ કરવા બાબતેના વોટ્‌સએપ મેસેજ તેમજ વિદેશી નાગરીક પાસેથી ઈ મેલ દ્વારા મંગાવેલ ગ્રાહકોના નંબરો અને ગીફ્ટ કાર્ડના ફોટા તેમજ કોલીંગ માટેની સ્ક્રીપ્ટ મળી આવી હતી. તથા આ કોલ સેન્ટરના ભાગીદારોના નામ સૌરવ ચૌહાણ, ગૌરવ ચૌહાણ, સમીર પટેલ તથા કોલસેન્ટરના પ્રોસેસર રોહીત લાલવાણી, વિજય સેવખાની, પંકડ ઉર્ફે પેન્કી, રાહુલ ગોયલ, આઝમખાન,રવિરામી આ તમામ લોકો કોલસેન્ટરમાં સામેલ હોવાનું સામે હોવાનું જણા મળી આવ્યુ હતુ.