ઘોઘા-હજીરા રોપેક્સ ફેરી સર્વિસ 24 જુલાઇથી 10 ઓગસ્ટ સુધી બંધ રહેશે
21, જુલાઈ 2021

ભાવનગર-

ભાવનગર થી સુરત જળમાર્ગ પરિવહન કરતી ઘોઘા હજીરા રોંપેક્સ ફેરી સર્વિસને વાર્ષિક મેઇન્ટનન્સ માટે આગામી ૨૪ જુલાઈ થી ૧૦ ઓગષ્ટ સુધી ૧૫ દિવસ માટે બંધ રાખવા ર્નિણય કરવામાં આવ્યો છે.
રોપેક્સ ફેરી માટે વપરાતું વોયેજ સિમ્ફની જહાજ કે જેને મરામત માટે સુરતના હજીરાના ડ્રાય ડોકયાર્ડ ખાતે મોકલવામાં આવનાર છે, જલ માર્ગે પરિવહન કરતા જહાજાેનું વાર્ષિક મેઇન્ટનન્સ કરવામાં આવતું હોય છે, જેથી રોપેકસ જહાજના રીપેરીંગના દિવસો દરમ્યાન તેની યોગ્યતા અને કાર્ય ક્ષમતાની ચકાસણી પણ કરવામાં આવશે.

ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી ફેરી સર્વિસ એટલે કે રોપેકસ વોયેજ સિમ્ફની જહાજને વાર્ષિક મેઇન્ટનન્સ માટે આગામી ૨૪ જુલાઈ થી ૧૦ ઓગષ્ટ સુધી સુરતના હજીરા ડોક યાર્ડ ખાતે મોકલવામાં આવશે, એ દિવસો દરમ્યાન ૧૫ દિવસ માટે ફેરી સર્વિસ બંધ રહેશે. જળ માર્ગ પરિવહન માટે અતિ લોકપ્રિય બનેલી રોપેકસ ફેરી સર્વિસ કે જે રોજના સેંકડો લોકોની મુસાફરી માટે પહેલી પસંદ બની છે. એ સર્વિસ માટે ઉપયોગમાં લેવાતા વોયેજ સિમ્ફની જહાજના વાતાનુકુલન વિભાગ થોડા દિવસોથી સરખી રીતે કામ નોહ્‌તું કરતું, જે ક્ષતિને દુર કરવા પણ કામગીરી કરવામાં આવનાર છે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution