અંકલેશ્વર. ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ થી ગડખોલ પાટીયા સુધી જુના નેશનલ હાઇવે નંબર ૮ અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા ઓ પર ૪.૫ કિમી સુધીના વિસ્તારમાં રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત ગાઢ જંગલ ઉભુ કરવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ ૬૫૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે પૈકી ૫૦૦૦ થી વધુ વૃક્ષો ઉછરી ગયા છે. ભરૂચ જીલ્લાના વિવિધ ઉદ્યોગો પી.આઈ. ઇન્ડ. પાનોલી, સુભાશ્રી પીગમેન્ટસ, અંકલેશ્વર, ડેક્કન ફાઈન કેમિકલ, અંકલેશ્વર, સોલ્વે ઇન્ડિયા પાનોલી, ગ્રાસીમ ઇન્ડ. વિલાયત, મહાવીર ઇન્ટરનેશનલ સહિતના ઉદ્યોગો અને સંસ્થાઓ દ્વારા સી.એસ.આર. અંતર્ગત આ પ્રોજેક્ટને સહાય કરવામાં આવી છે.

અમરાવતી ખાડીમાં પર્યાવરણ દિને જ દુર્ગંધયુક્ત પાણી ઠલવાયું

ભરૂચ અમરાવતી ખાડીમાં પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી જાેવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જાેવા મળી હતી. ભૂતકાળમાં પણ આ અમરાવતી ખાડી પ્રદુષિત થઈ હતી અને અસંખ્ય જળચર મોતને ભેટ્યા હતા.પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્ર પાછળ આવેલા પંપિંગ સ્ટેશનના પાળા ઉભરાઈ જવાથી આ લાલરંગનું કેમિકલયુક્ત પાણી અમરાવતી ખાડીમાં ફરી વળ્યું હતું. જેના કારણે જળ પ્રદુષણ થવાની અને જળચરોને ખતરાની દહેશત વ્યક્ત કરાઈ હતી. જીપીસીબીએ સેમ્પલ લીધા હતા.

ઉમલ્લામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીની કટિબદ્ધતા વ્યક્ત કરાઇ

ભરૂચ  વિશ્વ પર્યાવરણ દિવસ હોઇ,ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મહેન્દ્ર સિંહ વાસદીયાના સહયોગથી કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. જેમાં ઉમલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની સુરક્ષા તેમજ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લઇને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ હતી.કાર્યક્રમમાં ઉમલ્લાના પીએસઆઈ વી.આર.ઠુમ્મર, ભારતીય જનતા પાર્ટીના આગેવાન રશ્મિકાંત પડ્યા,ઉમલ્લાના સરપંચ દશરથભાઈ વસાવા તેમજ દુ.વાઘપૂરાના તલાટી ઉદેસિંહ વસાવા હાજર રહ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વૃક્ષારોપણ

ભરૂચ  વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે

વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનારૂપી મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયોર તરીકે કામ કરી રહેલ ૧૦૮ના કર્મચારીઓ તથા ઈસ્ઈ અશોક મિસ્ત્રી હાજર રહ્યા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ ૧૮૭૨માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃતિ ઊભી થાય તે હેતુસર દર વર્ષ ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું.