અંગ્રેજાે દ્વારા નિર્મિત કરાયેલા ભરૂચનો ગોલ્ડન બ્રિજ ૧૩૯ વર્ષથી અડીખમ
17, મે 2021

ભરૂચ, ભરૂચ અને અંકલેશ્વરને જાેડતો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ૭ ડિસેમ્બર ૧૮૭૭થી રોજ સર જાેન હોક્શોની રુપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને ૧૬ મે ૧૮૮૧ને દિવસે તે બનીને તૈયાર થઇ ગયો હતો. પુલ બનાવવાનો કુલ ખર્ચ તે સમયે રૂ.૪૫,૬૫,૦૦૦ થયો હતો. આ પુલમાં રીવૅટૅડ જાેઇન્ટસનો ઉપયોગ થયેલો છે. તેને નર્મદા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જમાનામાં આ પુલ માત્ર રેલવેની અવરજવર માટે બનાવવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૮૬૦માં રેલના પાટા નાખવાનું કાર્ય શરુ થયેલું તેની સાથેસાથે આ પુલ બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી.

સને ૧૮૬૩માં નર્મદામાં આવેલ નદીમાં ભયંકર પૂરથી પુલના છ (૬) ગાળા ખેંચાઈ ગયા હતા. ફરીથી બનાવેલા આ ગાળાઓમાંથી ચાર જ વર્ષ પછી ૧૮૬૮ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર પૂર આવવાથી ચાર ગાળાઓને નુકશાન થયું. આથી આ પુલની સાથે બીજાે એક પુલ બાંધવામાં આવ્યો. તેનું બાંધકામ ૧૮૭૧માં પૂર્ણ થયું. ૧૮૬૦થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ રૂ.૪૬,૯૩,૩૦૦નો ખર્ચ થયો. આ પુલ ૧૮૬૬ સુધી ટક્યો. એ વર્ષમાં સપ્ટેમ્બરમાં વળી પાછી ભારે રેલ આવવાથી પુલના છવ્વીસ (૨૬) ગાળાને નુકશાન પહોંચ્યું હતું. વહેવાર )ચાલુ રાખવા માટે બીજાે કમચલાઉ પુલ રૂપિયા એક લાખ પચાસ હજારના ખર્ચે બાંધવામાં આવ્યો. ૧૮૭૭ના ડિસેમ્બરની ૭મી તારીખથી બીજાે પુલ બાંધવાનો પ્રારંભ કરાયો. ૧૮૮૧ના મે માસની ૧૬ મી એ બંધાઈ રહ્યો. એની પાછળ આશરે રૂ. ૩ કરોડ ૭ લાખને ૫૦ હજારનો ખર્ચ થયો. આ પુલ ૧૮૬૦ની સાલમાં બંધાવા માંડ્યો તે ૧૮૭૭ સુધીમાં અને ત્યાર બાદ મજબૂત પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ. ૮૫,૯૩,૪૦૦નો ખર્ચ થયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution